શનિવાર, 1 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2022 (16:42 IST)

વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી

The blood-soaked body of a 19-year-old girl was found on the National Highway in Vadodara
વડોદરા શહેરના છેવાડે નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય વિદ્યાર્થિનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં લોહીથી લથબથ વિદ્યાર્થિનીની લાશ મળી હતી. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા.પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર, શહેરના માણેજામાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી તૃષા સોલંકીની અજાણ્યા શખ્સોએ ક્રૂર હત્યા કરી લાશ હાઇવે પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી મળેલા આધારકાર્ડમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું ખૂલ્યું છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, શહેર નજીકના નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાઆ ઉપરાંત હત્યારાઓએ યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ હત્યારાઓ અને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવતી પોતાની એક્ટીવા લઈ ટ્યુશન જવા માટે નીકળી હતી. ત્યારબાદ તેની લાશ મકરપુરા પોલીસ મથકની હદમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.