ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (10:28 IST)

ભાજપના પ્રમુખ પાટીલ કહેતા હતા કે અમે કોંગ્રેસવાળાને નહીં લઈએ, પણ આ થૂંકેલું ચાટે તેવી પાર્ટી છેઃ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

BJP President Patil used to say that we will not take Congressmen
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એવું કહેતા હતા કે અમે કોંગ્રેસવાળાને લઇશું નહીં, પણ આ થૂકેલું ચાટે તેવી પાર્ટી છે,જેટલા ધારાસભ્યોને જવું હોઇ તે જાય તેવું વિવાદાસ્પદ નિવેદન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કર્યુ હતું. પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના સંગઠનમાં બે દિવસમાં મોટા ફેરફાર થશે તેવી રાહુલ ગાંધીની સાથેની બેઠક પછી જાહેરાત કરી હતી.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં 10 ધારાસભ્યો જાઇ કે 15 ધારાસભ્યો જાઇ જેમને જવું હોઇ તે જાઇ, ભાજપને કોંગ્રેસને નેતાઓ વગર ચાલતુ નથી. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી ગયા હતા. તેઓ રાહુલ ગાંધીને મળીને આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમદાવાદમાંથી નિકળનારી 1200 કિ.મી.ની આઝાદી ગૌરવ યાત્રા બાબતે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, યાત્રા ત. 6 એપ્રિલથી નીકળીને તા. 1 જુને દિલ્હી પહોંચશે. બીજી યાત્રા ચંપારણ્યથી તા. 17 એપ્રિલે નીકળશે પશ્વિમ બંગાળ 27મી મે સુધીમાં પહોંચશે.