શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2022 (09:25 IST)

હૈદરાબાદમાં ભંગારના વેરહાઉસમાં લાગી ભીષણ આગ, 11 પરપ્રાંતિય મજૂરો જીવતા બળી ગયા

હૈદરાબાદના ભોઇગુડામાં બુધવારે વહેલી સવારે લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 કામદારો જીવતા સળગી ગયા હતા. તમને જણાવી દઈએ કે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે તે તમામ બિહારના પ્રવાસી મજૂરો છે.
 
મુશીરાબાદ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સિકંદરાદ રેલ્વે સ્ટેશન નજીક રહેણાંક કોલોનીના ગીચ વસ્તીવાળા ભોઇગુડા વિસ્તારમાં IDH કોલોનીમાં ગોડાઉનના ઉપરના માળે લગભગ 13 કામદારો સૂતા હતા ત્યારે સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
 
તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. વધુ તપાસ ચાલુ છે.