1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 21 માર્ચ 2022 (18:40 IST)

Padma Vibhushan.- રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત અલંકરણ સમારંભમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત કેટલીય હસ્તીઓને 2022નો પદ્મ પુરુસ્કારોથી સન્માનિત કર્યા હતા. પદ્મ પુરસ્તાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. 
 
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બે હસ્તીઓને પદ્મ વિભૂષણ, આઠને પદ્મ ભૂષણ અને 54ને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બિપિન રાવત સહિતની હસ્તીઓને મળ્યા પુરસ્કાર

 
પૂર્વ સીડીએસ જનરલ બિપિન રાવત અને ગીતા પ્રેસના દિવંગત અધ્યક્ષ રાધે શ્યામને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામા આવ્યા છે.