સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 26 જુલાઈ 2023 (15:20 IST)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ટાંમેટા એક માત્ર ખાવાની ચીજ નથી, ટુંક સમયમાં ભાવ કંટ્રોલમાં આવશે

Minister Rishikesh Patel
શાકભાજીના ભાવ હોય કે બીજા સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે
 
સમગ્ર દેશની પ્રજા ટામેટામાં થયેલા ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોંઘવારીના ઓવરડોઝને કારણે અનેક ખાણીપીણીની ચીજોમાંથી ટામેટા હવે ગાયબ થઈ ગયાં છે. શાકભાજીના ભાવમાં વધારો થવાથી લોકોએ કયા શાકભાજી ખાવા તેની ચિંતાઓ વધી ગઈ છે. હવે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવ વધારાને કારણે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, ટામેટા એક માત્ર ખાવાની ચીજ નથી. થોડા સમયમાં ભાવ કંટ્રોલમાં આવી જશે
 
નિવેદન હાલમાં ચારે બાજુ ચર્ચાનું કેન્દ્ર બન્યું
ગુજરાતના આરોગ્યમંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં જીબ લપસી ગઈ હતી. તેમનું નિવેદન હાલમાં ચારે બાજુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પત્રકાર પરિષદમાં તેમને ટામેટાના વધી રહેલા ભાવને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. 
 
સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે
તેમણે આ સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, ટામેટા એક માત્ર ખાવાની ચીજ નથી. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુઓ જે જીવન જરૂરિયાત અને સવારના કોઈપણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે પણ નક્કી થતી હોય છે. જેમ જેમ સમય બદલાય અને તમે આગામી સમયમાં જોશો તો શાકભાજીના ભાવ હોય કે બીજા સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે.