રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 માર્ચ 2021 (08:10 IST)

ટુરીસ્ટ વિઝા અપાવવાના નામે રૂપિયા 1.98 કરોડોનું ફૂલેકુ ફેરવી

વડોદરા
ટુરીસ્ટ વિઝા અપાવવાના નામે રૂપિયા 1.98 કરોડોનું ફૂલેકુ ફેરવી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલ સ્ટાર્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ભેજાબાજ સંચાલક દંપતિની શહેર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પુલીન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્રા ઠક્કર સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ ચલાવતા હતા. જેમાં વિદેશ પ્રવાસે જવા ઇચ્છુકોને તેઓ ટુરિસ્ટ વીઝા અપાવવાની કામગીરી કરતા હતા.  વર્ષ 2018માં ઠક્કર દંપતિએ જુદા જુદા લોકો પાસેથી રૂ. 1,98, 98,317નુ ફુલેકુ ફેરવી ઓફીસને તાળા મારી ફરાર થઇ ગયા હતા. વીઝા તો ઠીક રૂપિયા પણ પરત ન મળતા સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દંપતિ સહિત પાંચ લોકો સામે કારેલાગ પોલીસ સ્ટેશનમાં છેરપીંડી ફરીયાદ નોંધાઇ હતી.
સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સહિત અન્ય લોકો સામે છેતરપીંડીનો ગુનો નોંધાતા ઠક્કર દંપતિ ફરાર થઇ ગયુ હતુ. પોલીસે આ મામલે અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ઠક્કર દંપતિનો કોઇ પત્તો લાગ્યો ન હતો. છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દંપતિની શોધખોળ કરતી પોલીસને આખરે સફળતા મળતા અમદાવાદાના નારણપુરા વિસ્તારમાંથી પુલિન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્રા ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી.
 
આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, સ્ટાર ટુર્સ એન્ટ ટ્રાવેલ્સના સંચાલક દંપતિની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. જેઓ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી ઓમપ્રકાશ ફુડ ટીફીન સર્વીસનુ કામ કરતા હતા. હાલ તેઓના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી રિમાન્ડ અંગેની તજવીજ હાથ ધરી છે.