ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (21:04 IST)

રીક્ષા ચાલક બાળકોને સ્કૂલે મુકવા લેવા આવતો અને બાળકોની માતાને પ્રેમ થઇ ગયો.... પતિ અને પરિવારને જાણ કરવાની ધમકી આપી રિક્ષા ચાલક 2015 થી મહિલા પર દુષ્કર્મ ગુજરતો હતો

auto riskshaw love news
રીક્ષા ચાલક બાળકોને સ્કૂલે મુકવા લેવા આવતો અને બાળકોની માતાને પ્રેમ થઇ ગયો....
પતિ અને પરિવારને જાણ કરવાની ધમકી આપી રિક્ષા ચાલક 2015 થી મહિલા પર દુષ્કર્મ ગુજરતો હતો
આરોપી રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી
 
અમદાવાદ : 
શહેરના મેઘાણીનગરમાં રહેતી 32 વર્ષીય બે દીકરાની માતાને એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં મહિલા સાથે 2015  થી અત્યારસુધી અલગ અલગ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ ગુજર્યું હતું. મહિલાના પૈસે જ યુવક ખરીદી કરતો ફરતો અને બાદમાં તેને જ માર મારી પરેશાન કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી. રીક્ષા ચાલક બાળકોને સ્કૂલે મુકવા જતા મહિલાની આંખ મળી ગઈ હતી.
મેઘાણીનગર વિસ્તારમાં 32 વર્ષીય મહિલા તેના પતી અને બે સંતાન સાથે રહે છે. મહિલા છેલ્લા કેટલાક સમયથી નોકરી કરે છે. મહિલા ના લગ્ન 2007માં રિતરીવાજ મુજબ થયા હતા. વર્ષ 2014 થી એક યુવક મહીલા ને જોઈને હસતો હતો. આ યુવક રીક્ષા લઇ મહિલાના બે બાળકોને સ્કૂલે મુકવા જતો હતો. આ દરમિયાન પરિચયમાં આવી જતા બન્નેની આંખ મળી ગઈ હતી. દરમિયાનમાં ઘરમાં જ રીક્ષા ચાલક આવી જઈ મહીલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. મહિલાના પતિ અને પરિવારને જાણ કરવાની ધમકી આપી નરોડા અને શાહીબાગની હોટેલમાં લઇ જઇ મહિલા સાથે દુષ્કર્મ ગુજરતો હતો. આખરે મહિલાને રિવરફ્રન્ટ બોલાવી તેને ગાડદા પાટુ નો માર માર્યો હતો. આખરે મહિલાએ આ અંગે ગુનો નોંધાવતા મેઘાણીનગરના રીક્ષા ચાલક બ્રિજેશ રાજુ રાંગીત ની પોલીસે ધરપકડ કરી હતી.