શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 જાન્યુઆરી 2023 (22:37 IST)

કરૂણાંતિકા: ભાઈ-બહેન સહિત ત્રણ ડુબ્યાં, જુનાગઢના ભાખરવડ ડેમમાં રજાની મજા માતમમાં ફેરવાઈ

JUNAGADH
માળીયા હાટીનાના ભાખરવડ ડેમમાં 4 લોકો ડૂબ્યાનાં સમાચાર આવ્યા છે મહિલા સહિત બેનાં મોત, એક સારવાર હેઠળ અન્ય એક મહિલાની શોધખોળ ચાલુ છે.  ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી ડૂબી ગયા હતા. એક યુવતી તેમજ ત્રણ યુવકો મકરસંક્રાંતિની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ દરમિયાન ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તે ડૂબ્યો હતો. જેને બચાવવા જતા અન્ય ત્રણ પણ ડૂબ્યા હતા.
 
મૃતકના નામ
હેતલબેન રમેશગીરી ભિખનગીરી મેઘનાથી, ઉવ 17, રહે. થલી તા. કેશોદ
જીતેન્દ્રગીરી રમેશગિરી મેઘનાથી ઉવ 21, રહે. થલી તા. કેશોદ
દીનેશપરી કાળુપરી ગોસ્વામી, ઉવ 22 રહે. બુધેચા તા. માળીયા હાટીના
સારવાર હેઠળ
ચેતનપરી કાળુપરી ગોસ્વામી, ઉવ 25, રહે. બુધેચા તા. માળીયા હાટીના