અમદાવાદમાં ચોમાસામાં ભૂવો પડવો નવાઈ નથી, રસ્તાઓ પર 33 ભૂવા-ખાડા પડ્યા

gadde news
Last Modified શનિવાર, 4 ઑગસ્ટ 2018 (13:46 IST)

ગુજરાતના અન્ય શહેરો જેટલો વરસાદ અમદાવાદમાં પડ્યો પણ નથી, પરંતુ ભૂવા પડવામાં પાછળ નથી. જૂન મહિનાથી અત્યાર સુધીમાં શહેરમાં 28 ભૂવા પડી ચુક્યા છે. 28મો ભૂવો ગુરુવારે મોડી રાતે શિવરંજની ચાર રસ્તા પાસે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારે જ્યાં ભૂવો પડ્યો છે તેનાથી લગભગ 50 જ મીટર દૂર ગયા વર્ષે મોટો ભૂવો પડ્યો હતો.આ ચોમાસામાં અમદાવાદમાં અત્યાર સુધી 27 ભૂવા પડી ચુક્યા હતા અને જમીન ધસી પડવાના 6 બનાવ બની ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપરથી ભૂવો ભલે નાનો લાગતો હોય પરંતુ તે 15 ફૂટ ઊંડો છે અને રસ્તાની વચ્ચોવચ પડ્યો છે.
gadde news

રોડની નીચેથી પસાર થતી જૂની ડ્રેનેજ લાઈન લીક થવાને કારણે આ ભૂવો પડ્યો હોવાનું કહેવામાં આવે છે.અધિકારીઓએ જણાવ્યું કે, અત્યારે તે ભૂવાની ચોક્કસ ઊંડાઈ ચકાસી રહ્યા છે, અને ત્યારપછી એસ્ટિમેટ તૈયાર કરવામાં આવશે. ડ્રેનેજ લાઈનને રિપ્લેસ કરવામાં આવશે કે પછી ટ્રેન્ચલેસ ટેક્નોલોજીની મદદથી રિપેર કરવામાં આવશે તે પણ પછી નક્કી કરવામાં આવશે. જો લાઈનને રિપ્લેસ અથવા રિપેર કરવામાં આવશે તો કરોડો રુપિયાનો ખર્ચ થશે. પરંતુ જો પાઈપલાઈન રિપેર કરીને જ્યાંથી લીક થાય છે ત્યાં સમારકામ કરવામાં આવે તો લગભગ 20 લાખ રુપિયા ખર્ચ થશે.એક અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે શહેરના રસ્તાઓ પર 33 કરતા વધારે ભૂવા-ખાડા પડ્યા છે.


આ પણ વાંચો :