શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (13:20 IST)

નવરાત્રી વેકેશન જાહેર કરાતા સ્કૂલોમાં હવે બીજુ શૈક્ષિણક સત્ર 26 નવે.ને બદલે 19 નવે.થી શરૂ થશે

રાજ્ય સરકારે આ વર્ષથી યુનિ.કોલેજો સાથે સ્કૂલોમાં પણ નવરાત્રી વેકેશન આપવાની જાહેરાત કરી છે ત્યારે નવરાત્રી વેકેશનને પગલે સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર અને એકેડમિક કેલેન્ડરમાં ફેરફાર કરાયો છે જે મુજબ બીજુ સત્ર હવે ૨૬ નવેમ્બરને બદલે ૧૯ નવેમ્બરથી શરૃ થશે. સરકારના આદેશથી શિક્ષણ બોર્ડ દ્વારા આજે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલોમાં નવરાત્રી વેકેશનનો અમલ કરાવવા અને તે સાથે એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર સાથે નવા એકેડમિક કેલેન્ડરની સ્કૂલોને જાણ કરી અમલ કરાવવા સૂચના અપાઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલો માટેનુ એકેડમિક કેલેન્ડર માર્ચ-એપ્રિલમાં જ તૈયાર કરીને સ્કૂલોને મોકલી દેવાતુ હોઈ સરકારે સ્કૂલો શરૃ થયાના બે મહિના બાદ સ્કૂલો માટે પણ નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરી છે. જેને લઈને સ્કૂલો માટેના એકેડમિક કેલેન્ડરમાં ફેરફાર કરવામા આવ્યો છે.જે મુજબ ૧૦-૧૦-૨૦૧૮થી ૧૭-૧૦-૨૦૧૭૮ સુધી બોર્ડની માન્યતા ધરાવતી તમામ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન રહેશે અને અને ૧૮-૧૦-૨૦૧૮ના રોજ દશેરાની રજા રખાશે. દિવાળી વેકેશન ૫ નવેમ્બરથી ૧૮ નવેમ્બર સુધીનું રહેશે. જ્યારે શાળાઓમાં બીજુ શૈક્ષણિક સત્ર ૧૯ નવેમ્બરથી શરૃ થશે. અગાઉ સ્કૂલોમાં દિવાળી વેકેશન ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધીનું ૨૧ દિવસનું હતુ અને ૨૬મી નવેમ્બરથી બીજુ શૈક્ષણિક સત્ર શરૃ થનાર હતુ.