1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Tribute to the plane crash victims

Ahmedabad Plane Crash - પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મૃતકો શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 297 લોકોના મોતથી રાજ્યમાં શોકની લહેર પ્રસરી. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના- ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 


"રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.." 
 
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો . 

અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત મેડિકલ કોલેજ કેમ્પસનો એક વીડિયો આજે સવારે સામે આવ્યો છે. ગુરુવારે બપોરે 242 મુસાફરોને લઈને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કુલ 297 લોકોએ જીવ ગુમાવ્યા છે

આગળનો લેખ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ, અકસ્માત પછી ખુદ ચાલીને ગયો... વીડિયો જુઓ