1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 8 મે 2022 (20:14 IST)

મોરબી-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત

Triple Accident
મોરબી-માળીયા હાઇવે આજે રક્ત રંજીત બન્યો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. આ અકસ્માત માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્વોદય હોટેલ પાસે સર્જાયો હતો જેમાં કારનું ટાયર ફાટતાં કાર બીજી ગાડી સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 
 
મૃતકોને 4 લાખ રુપિયાની સહાયઃ
મળતી માહિતી મુજબ લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો. આ ઘટનાની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થતાં તેમણે મૃતકોને 4 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે