ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (17:32 IST)

અમેરિકામાં મહેસાણાના બે યુવકોની ગોળી મારી હત્યા કરાઈ

રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલી પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. યુવાનો પર થયેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મૂળ મહેસાણાના કડી તાલુકાના ભટાસણ અને ખરડા ગામના યુવકો અમેરિકામાં રોજગારી મેળવવા ગયા હતા.

બંન્ને યુવકો સાઉથ કોરોલીના એક પેટ્રોલ પંપ પર આવેલા સ્ટૉરમાં નોકરી કરતા હતા. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 4 લૂંટારૂઓ ગુરૂવારે રાત્રે  પેટ્રોલ પમ્પ અને સ્ટોરમાં ઘૂસી ગયા હતા. હથિયાર સાથે આવેલા 4 લૂંટારૂઓએ બંન્ને યુવકો પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઇ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ અનુસાર, સૌથી પહેલા ગુજરાતી યુવકો અને લૂંટારૂઓ વચ્ચે છુટ્ટાહાથી મારામારી થઇ હતી, ત્યારબાદ અચાનક એક શખ્સે બંદૂક કાઢી અને યુવકો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. કડીના યુવકે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો જોકે ગોળી વગેલી હોવાથી અંતે તેણ દમ તોડી દીધો હતો. જો આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં કોઇ ગુજરાત પર હુમલો થયો હોય, આ પહેલા પણ ઘણીવાર હત્યા અને લૂંટની ઘટનાઓ ઘટી છૂકી છે