ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (15:19 IST)

અમેરિકામાં મુળ સુરતના 19 વર્ષનાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારીને હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગત બુધવારે ન્યૂયોર્ક સિટીમાં રહેતા મૂળ સુરતનાં જય ચન્દ્રકાન્ત પટેલની ગોળી મારી દેવાયેલી હાલતમાં એક ગલીમાંથી મળી હતી. પોલીસને આ ઘટના સાથે સંકળાયેલા સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. પોલીસનું કહેવું છે કે જયને ગોળી મારીને તેની લાશને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવી જોઇએ. નોંધનીય છે કે જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો વિદ્યાર્થી હતો. સુરતના ઓલપાડ તાલુકના મુળદ ગામનો જય ચંદ્રકાન્ત પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. હત્યારાઓએ જયને છાતીમાં ગોળી મારી હતી. જે બાદ તેનાં મૃતદેહને કારમાં લઈ જઈ ફ્લોરલ પાર્ક કે તે જ્યાં રહે છે તેની પાસે ફેંકી દીધો હતો. આ સમયે પોતાના ડોગ્સ સાથે વોક પર નીકળેલી મહિલાએ લાલ રંગની ટોયોટા કારમાંથી જયનો મૃતદેહ ફેંકતા જોઇ હતી.પોલીસને આ ઘટનાનો એક વીડિયો પણ મળી આવ્યો છે. જેમાં આરોપીએ લાલ કરલરની ગાડીમાં આવ્યા હોવાનું માનવું છે. આ અંગે પોલીસે કોઇની ધરપકડ કરી નથી. હાલ પોલીસ બધાની પૂછપરછ કરી રહી છે. સાથે તે સીસીટીવી ફૂટેજ પણ જોઇને તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે અમેરિકામાં અનેક ગુજરાતીઓની હત્યા લૂંટનાં ઇરાદે પણ કરવામાં આવી છે. થોડા સમય પ્રમાણે ઉત્તર ગુજરાતના કડી પાસેના ગણેશપુરાના વતની અ્ને છેલ્લા 22 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પ્રફુલભાઈ પટેલ જ્યોર્જિયા ખાતે એક સ્ટોરનુ સંચાલન કરતા હતા. તેમની સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલા વ્યક્તિઓએ હત્યા કરી હતી.
 
 
 
Attachments area