ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (12:33 IST)

ઘરમાં સૂતેલી 8 માસની બાળકી પર એસિડ હુમલો કરીને અજાણ્યો વ્યક્તિ ફરાર

કડીનાં ચલાસણ ગામનાં એક ઘરમાં સૂતેલી 8 માસની બાળકી પર કોઇ અજાણ્યા માણસ એસિડ છાંટીને ફરાર થઇ ગયો છે. આ બાળકીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને સઘન તપાસ હાથ ધરી છે. હાલ તો પરિવારનાં જ કોઇ નજીકનાં વ્યક્તિનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે ચલાસણ ગામનાં એક ઘરમાં 8 માસની બાળકી સૂતી હતી. ત્યારે જ ઘરમાં કોઇક વ્યક્તિએ ઘૂસીને બાળકી પર એસિડ એટેક કર્યો હતો. જેના કારણે નિર્દોષ ગંભીરરીતે દાઝી ગઇ હતી. જેના કારણે તેને કડીની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે તરત જ લઇ જવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. જેના કારણે આખા પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આ એસિડથી નાનકડી બાળકી પર હુમલો કરનાર વ્યક્તિ નજીકનો કુટુંબીજન હોવાની શંકા સેવાઇ રહી છે.હાલ પોલીસ આ મામલે પરિવાર અને આસપાસનાં વ્યક્તિઓની સઘન પૂછપરછ કરી રહી છે. એસિડ એટેક કરનાર વ્યક્તિને શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.થોડા સમય પહેલા સુરતના પુણાગામમાં ઘરકંકાસનો કરૂણ અંજામ આવ્યો હતો. એક વ્યક્તિ નશાના એવા રવાડે ચડી ગયો કે તેણે પોતાના જ પરિવાર પર એસિડ હુમલો કરી દીધો. પુણાગામની હરિધામ સોસાયટીમાં આ ઘટના બની હતી. જ્યાં રહેતા છગન વાળાએ પોતાની પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસિડ હુમલો કર્યો હતો. જેને લઈને ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પત્નીની હાલત ગંભીર હાલત હતી.