ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (14:16 IST)

અમદાવાદનાં નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોનાં મોત

અમદાવાદનાં નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોનાં મોત
 
Ahmedabad અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં બે મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મજૂરો દટાયાં હતાં. 
 
જેમાંથી બેનાં મોત નીપજ્યાં હતાં અને એક મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.