મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (20:15 IST)

Gujarat Corona Update - રાજ્યમાં કોરોનાના ઘટી રહ્યા છે કેસ પરંતુ વધતી મોતની સંખ્યાએ ચિંતા વધારી

ગુજરાતમાં કોરોનાની સુનામી પછી રોજ ધીરે ધીરે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ કોરોનાના કારણે મૃત્યુઆંક થોડી ચિંતા વધારી રહ્યો છે. આજે કોરોનાને કારણે 22 દર્દીના મોતના સમાચાર છે. રાજ્યમાં 24 કલાકમાં 12,911 નવા કેસ નોંધાયા છે જ્યારે 23197 દર્દી સાજા થયા છે. આમ નવા દર્દી કરતા દર્દી વધુ સાજા થયા છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ વધીને 88.56 ટકા થઈ ગયો છે. છેલ્લા 5 દિવસમાં 115 દર્દીના મોત થઈ ચૂક્યા છે. તેમજ વેન્ટિલેટર પરના દર્દી વધીને 304 થઈ ગયા છે.
 
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4405 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત 708 શહેરમાં કેસ તો રાજકોટ 1008 શહેરમાં કેસ, વડોદરા શહેરમાં 1871 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 364 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 22 લોકોએ દમ તોડ્યો છે જ્યારે 23,197 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,17,884 સંખ્યા સુધી પહોંચી ગઈ છે.
 
17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 4 દિવસમાં 24,485થી 10680નો ઘટાડો નોંધાઈને 13805 કેસ નોંધાયા હતા.
 
 
દેશમાં કોરોનાની ઝડપ હવે ધીમે ધીમે ઘટી રહી છે. જો કે તેનો ખતરો હજુ પણ યથાવત છે. કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાક દરમિયાન 2,86,384 નવા કેસ નોંધાયા છે.કોરોનાનાં કારણે 573 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ સાથે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,02,472 થઈ ગઈ છે. બુધવારે કોરોના વાયરસના 2 લાખ 85 હજાર 914 નવા કેસ સામે આવ્યા હતા અને 665 લોકોના મોત થયા હતા.વેકસીનેશનનો કુલ આંકડો 1,63,84,39,207 સુધી પહોંચી ગયો છે.  છેલ્લા 24 કલાકમાં 14,62,261 લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો