રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (18:46 IST)

Omicron: ઓમિક્રોન સંક્રમિતોને લઈને ICMR એ આપ્યા સાર સમાચાર, આ લોકોને થઈ શકે છે ફાયદો

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ્સ (Omicron Variants) ને અગાઉના ડેલ્ટા વૈરિએંટ ( Delta Variants) થી ઓછો ઘાતક માનવામાં આવી રહ્યો છે. એક્સપર્ટ્સનુ કહેવુ છે કે ડેલ્ટા વૈરિએંટના મુકાબલે ઓમિક્રોન વૈરિએંટથી સંક્રમિત લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનુ જોખમ 50-70 ટકા ઓછુ છે. દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. 
 
જો કે ઓમિક્રોનના દર્દીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ચિકિત્સા અનુસંઘાન પરિષદ (ICMR)ના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોનથી રિકવરથયા બાદ જે એંટીબોડી શરીરમાં બને છે તે ડેલ્ટા સહિત અન્ય  COVID-19 વૈરિએંટ પર પણ પ્રભાવી છે. 
 
 
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના વૈજ્ઞાનિકો પ્રજ્ઞા ડી યાદવ, ગજાનન એન સપકલ, રીમા આર સહાઈ અને પ્રિયા અબ્રાહમ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ખૂબ જ સારી રોગપ્રતિકારક પ્રતિક્રિયા જોવા મળી છે, જે ડેલ્ટા સાથે કોરોનાના અન્ય પ્રકારોને નિષ્ક્રિય કરી શકે છે. આ પાછળથી ડેલ્ટા વેરિઅન્ટથી ચેપ લાગવાની શક્યતાને ખૂબ ઘટાડે છે. ઓમિક્રોનમાંથી વિકસિત એન્ટિબોડીઝ કોરોનાના અન્ય પ્રકારો પર પણ ખૂબ અસરકારક છે.