રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (14:20 IST)

સુરતમાં લગ્નના દબાણથી ચીખલીથી ભાગી આવેલી કિશોરી સાથે ગેંગેરેપ

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં કોર્ટ આકરી સજા ફટકારવામાં આવતી હોવા છતાં નરાધમોમાં કોઈ સુધારો ન આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કિશોરીઓ એક પછી એક પીંખાઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવી છે. જેથી ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપીસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી છે. પીએસઆઈ કે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, લગ્ન ન કરવાને લઈ ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેણીના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે. એક અઠવાડિયા પહેલા કિશોરી સાથે મારઝૂડ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે.કિશોરી ધોરણ-9 સુધી નો અભ્યાસ કર્યો છે. માતા એ કિશોરી દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યાં હોવાનું જાણવા મળ્યું છે. હજી મેડિકલ તપાસ બાકી છે.કે.બી.દેસાઈ (પીએસઆઈ ડીંડોલી) એ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં એટલે કે, 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતા કિશોરી ઘર છોડી સુરજસિંગ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યાઓ પર રહેતા હતા. જોકે દાનત બગડતા સુરજસિંગએ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછી અવર નવર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો.