શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (12:14 IST)

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો માદરે વતન પહોંચ્યા છે.વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
 
 ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી અવારનવાર જેલમાં ધકેલી દેવામાં આવે છે.ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. 
 
માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો છે.