શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (15:33 IST)

કોરોનાની ઝપેટમાં ગુજરાતના વધુ બે નેતાઓ

રાજ્યમાં ત્રીજી લહેરમાં આવી રહેલા કોરોના કેસએ ચિંતા વધારી છે. બે દિવસ ઉત્તરાયણના તહેવારને કારણે ઘટી ગયેલા કેસ આજે એકદમ વધી ગયા છે.  સતત કોવિડ-19નાં કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. જેમાં આમ આદમીથી માંડીને નેતાઓ સુધી તમામ લોકો કોરોનાની ઝપેટમાં સપડાઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જામનગરનાં ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) બીજી વાર કોરોના સંક્રમિત થયા છે. આ સાથે તેમનાં પત્ની અને પુત્ર પણ કોરોના સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોનાની બીજી લહેર દરમિયાન પણ સંક્રમિત થયા હતાં. બાદમાં તેઓ સ્વસ્થ થઇ ગયા હતાં. પરંતુ આજે ફરી વાર તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. આ સિવાય ખેરાલુનાં ધારાસભ્ય અજમલજી ઠાકોર પણ કોરોના સંક્રમિત આવતા નેતાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
 
છેલ્લા 24 કલાકમાં  12753  કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર વધુ સાબદું થઈ ગયું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં  4340 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં  2955 કેસ તો રાજકોટમાં 461 કેસ, વડોદરામાં 1207 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 212 કેસ, ભાવનગરમાં 202 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 5 લોકોના મોત થયા છે જ્યારે 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 5984 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 70,374 સુધી પહોંચી ગયા છે.