રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (13:43 IST)

Rain in Gujarat- ગુજરાતમાં માવઠાનું વધુ એક સંકટ, આગામી 21 જાન્યુઆરીએ વરસાદની આગાહી

ગુજરાતમાં માવઠાનું વધુ એક સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૧ જાન્યુઆરીના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનામાં ત્રીજી વખત માવઠાની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૭ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.