શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2018 (11:55 IST)

યુજીસીના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૧૮ યુનિ. અને ૪૬૫ કોલેજો જ નેક એક્રિડિએશન ધરાવે છે

ગુજરાત સરકાર રાજ્યમાં અનેક નવી યુનિવર્સિટીઓ અને કોલેજો શરૃ કરવા સાથે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા અને વિકાસની વાતો કરે છે પરંતુ યુજીસી દ્વારા જાહેર કરાયેલા નેક એક્રિડિએશન રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં માત્ર ૧૮ યુનિવર્સિટીઓ અને ૪૬૫ કોલેજો જ નેક એક્રિડિએશન ધરાવે છે. મોટા ભાગની ઘણી કોલેજો તથા ઘણી યુનિવર્સિટીએ એકવાર પણ નેક એક્રિડિએશન માટે અરજી કરી નથી.તો ઘણી યુનિ.-અને કોલેજોએ ઘણા સમયથી નેક એક્રિડિએશન માટે અરજી પણ કરી નથી. કેન્દ્ર સરકારના એમએચઆરડી હેઠળની નેશનલ એક્રિડિએશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ એટલે કે નેક દ્વારા દેશમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, રાજ્યોની સરકારી યુનિવર્સિટીઓ તથા પ્રાઈવેટ યુનિવર્સિટીઓ અને નેશનલ ઈન્સ્ટિટયુટ્સ સહિતની એજ્યુકેશન ઈન્સિટયુટ્સનું ઈન્સપેકશન કરીને વિવિધ માપદંડોના આધારે ગ્રેડ આપાવમા આવશે અને જેને નેક કાઉન્સિલ એક્રિડિએશન આપે છે એટલે કે એક્રિડેટેડ ઈન્સ્ટિટયુટ હોવાની માન્યતા આપે છે.

દરેક યુનિવર્સિટી અને કોલેજે દર પાંચ વર્ષ કાઉન્સિલમાં અરજી કરીને એક્રિડિએશન કરવાનું હોય છે. પરંતુ ગુજરાતની ઘણી સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટી તેમજ સરકારી ,ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો એક્રિડિએશન માટે અરજી જ કરતી નથી.યુજીસી દ્વારા આજે જાહેર કરાયેલા નેક એક્રિડિએશન રીપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૧૮ યુનિવર્સિટી નેક એક્રિડિએશન ધરાવે છે અને ૪૬૫ કોલેજો એક્રિડિએશન ધરાવે છે. મહત્વનું છે કે ગુજરાત સરકાર રાજ્યમાં નવી નવી યુનિવર્સિટીઓ અને કોલેજો શરૃ કરાઈ હોવાનો દાવો કરે છે પરંતુ એક્રિડિએશન કેટલી યુનિ.ધરાવે છે તેની માહિતી આપતી નથી. ગુજરાતમાં રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિવર્સિટી પાસે બી ગ્રેડ છે જ્યારે કેટલીક યુનિવર્સિટીઓ પાસે એ ગ્રેડ છે તો કેટલીક પ્રાઈવેટ યુનિ.ઓ એથીબી ગ્રેડ ધરાવે છે. રાજ્યમાં સરકારના દાવા પ્રમામે ૫૦થી વધુ યુનિવર્સિટીઓ છે અને જેમાંથી માત્ર ૧૮ જ યુનિ.એક્રિડિએશન ધરાવે છે ઉપરાંત ૨૫૦૦થી વધારે કોલેજો છે જેમાંથી માત્ર ૪૬૫ કોલેજો જ એક્રિડિએશન ધરાવે છે. તાજેતરમાં યુજીસીના નવા ચેરમેન તરીકે નિમાયેલા ધિરેન્દ્રપાલ સિંઘ નેકના ડિરેકટર રહી ચુક્યા હોઈ તેઓએ ચેરમેન પદ સંભાળતા સૌપ્રથમ દેશની કેટલી યુનિવર્સિટીઓ અને કોલેજો એક્રિડિએશન ધરાવે છે તેનો રીપોર્ટ તૈયાર કરાવ્યો છે અને જાહેર કરાવ્યો છે.આ રીપોર્ટ મુજબ ગુજરાતની ઘણી યુનિવર્સટીઓ તથા કોલેજો અને ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો પાસે નેક એક્રિડિએશન નથી. તો ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોએ ઘણા સમયથી અરજી જ કરી નથી.નેક કાઉન્સિલ દ્વારા અગાઉ એ,બી અને સી ગ્રેડ અપાતો હતો જેમાં ફેરફાર કરીને એ પ્લસ,બી પ્લસ પ્રમાણે ગ્રેડિંગ સીસ્ટમ શરૃ કરાઈ છે.આ રીપોર્ટ મુજબ નેકની ટીમ દ્વારા જે સંસ્થાનું ઈન્સપેકશન કરીને જે સુવિધાઓ અને ખામીઓનો વિગતવાર રીપોર્ટ આપવામા આવ્યો છે તેની વિગતવાર માહિતી આપવામા આવી છે. જો કે નેક ઉપરાંત દેશમાં એનબીએ એટલે કે નેશનલ બોર્ડ ઓફ એક્રિડિએશન પણ છે.ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓ નેશનલ એક્રિડિએશન બોર્ડમાં પણ અરજી કરીને એનબીએનું એક્રિડિએશન મેળવે છે અને જે એઆઈસીટીઈમાં માન્યતા મેળવે છે.