શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (15:16 IST)

ચૂંટણી બાદ ડીઝલમાં રૃ।.૧.૭૫, પેટ્રોલમાં રૃ।.૧.૪૩નો થયો વધારો

મતદાન થઈ ગયું ત્યાં સુધી નિયંત્રણમાં રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી દેવાયો છે. પેટ્રોલમાં રૃ।.૧.૪૩નો અને ડીઝલમાં રૃ।.૧.૬૭નો ભાવવધારો કરાયો છે જે મંદી-મોંઘવારીમાં પડયા પર પાટુ સમાન સ્થિતિ છે. આ પહેલા એક્સાઈઝમાં ઘટાડો કરવાની, જી.એસ.ટી.માં આવરી લેવાની વાતો વચ્ચે પેટ્રોલ-ડીઝલમાં થોડો ઘટાડો થતા લોકોને આશા પણ બંધાઈ હતી અને આવી અનેક આશાઓમાં લોકોએ ઉત્સાહભેર મતદાન પણ કરી નાંખ્યું છે અને ભલે પાંખી બહુમતિથી પણ ભાજપની ફરી સરકાર આવી ગઈ છે. દેશમાં વાહ વાહ થઈ ગઈ છે. અને હવે પખવાડિયાથી સતત ભાવવધારો થઈ રહ્યો છે.

તા.૩૧ ડિસેમ્બરે પેટ્રોલનો ભાવ રૃ।.૬૯ને આંબી ગયો છે અને માત્ર બે સપ્તાહમાં પેટ્રોલના ભાવ તા.૧ના ૬૭.૭૫ તે તા.૧૭ સુધી જાળવી રાખીને એટલા જ રહ્યા પછી સતત વધારો....તા.૧૪ ડિસેમ્બરે ૬૭.૬૦ હાલ રૃ।.૬૯ને આંબી ગયા રૃ।.૧.૪૩ પૈસાનો વધારો થયો તો ડીઝલના ભાવમાં રૃ।.૧.૭૫ પૈસાનો એટલે કે પોણા બે રૃ।.નો વધારો થતા આ ભાવ રૃ।.૬૩.૫૭એ પહોંચી ગયો છે.  ત્યારે હવે કદાચ આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા હોય તોય આ આવકમાંથી સરભર કરીને સતત સત્તા આપતા લોકો (એટલે કે મતદારો)ને ધંધા-રોજગારમાં બેઠા થવા માટે તક આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે.