ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (09:37 IST)

U.K.ના ભારત સ્થિત હાઇકમિશનરે વિજય રૂપાણી સાથે કરી મુલાકાત, આ મુદ્દે કરી ચર્ચા

: મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત યુ.કે.ના હાઇકમિશનર શ્રીયુત ડોમીનીક એસ્કવીથ (Sir Dominic Asquith) એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને લીધી હતી. વિજય રૂપાણી સાથે તેમણે ભારત – ગુજરાત – યુ.કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાના વિવિધ વિષયે ગહન પરામર્શ કર્યો હતો.
 
મુખ્યમંત્રી સાથેની વાતચીત દરમ્યાન શ્રીયુત ડોમીનીકએ વોટર મેનેજમેન્ટ, શિક્ષણ, આરોગ્ય, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ઉપરાંત સ્ટાર્ટઅપ, ઇનોવેશનના વિષયોમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી.
 
મુખ્યમંત્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત સમિટની શૃંખલાઓમાં યુ.કે ડેલીગેશનની ઉપસ્થિતી અને ર૦૧૭ના વાયબ્રન્ટમાં યુ.કે.ના ભારત સ્થિત હાઇકમિશનરના નેતૃત્વના ડેલીગેશનની ફળદાયી ભાગીદારી અંગેની વિગતો ચર્ચા દરમ્યાન આપી હતી. આ મુલાકાત બેઠકમ