સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 માર્ચ 2021 (13:21 IST)

પૂત કે કપૂત - માબાપે ઓક્સફોર્ડમાં ભણાવ્યો, નોકરી ન મળી તો 41 વષીય પુત્રએ તેમના પર જ કર્યો કેસ

લંડનના એક કળયુગી પુત્રના ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે.  ઉલ્લેખનીય છે એક અહીં એક 41 વર્ષીય વ્યક્તિએ તેના માતાપિતા પર આખી જીંદગીનો ખર્ચ ઉઠાવવાની માંગ સાથે કેસ કર્યો છે,  આનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે ફૈઝ સિદ્દીકી નામના આ વ્યક્તિએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને તે એક ટ્રેંડ લોયર છે. આટલો  શિક્ષિત હોવા છતાં તે બેકારીનુ બહાનુ બનાવીને તેના માતાપિતાને સંભાળવાને બદલે તેમની પાસે આજીવન રૂપિયાની માંગ કરી રહ્યો છે. 
 
ફૈઝનુ કહેવુ છે કે તે છેલ્લા 10 વર્ષથી બેકાર છે અને હાઈકોર્ટમાં દલીલ કરી છે કે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તે નબળા પુખ્ત વયના બાળક તરીકે ગુજારો  કરવાનો હકદાર છે. તેને રોકવું એ તેના માનવાધિકારનું ઉલ્લંઘન કહેવાશે. 
 
અત્રે એ  જણાવી દઈએ કે 71 વર્ષિય જાવેદ અને 69 વર્ષિય રક્ષંદા ફૈઝના માતાપિતા છે. તે દુબઈમાં રહે છે. તેમના વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે, ફૈઝના માતાપિતાએ તેને પહેલા જ ઓક્સફર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ભણાવ્યો છે. આ ઉપરાંત તેમણે 20 વર્ષ પહેલા સેન્ટ્રલ લંડનના હાઇડ પાર્કમાં ફૈઝને એક ઘર આપ્યું છે, જેની કિંમત લગભગ 10 કરોડ છે.
 
વકીલે કહ્યું કે ફૈજના માતાપિતાએ તેના અભ્યાસથી લઈને આજ સુધી  તમામ ખર્ચ કર્યો છે. તેઓ દર અઠવાડિયે ફૈજ અત્યાર સુધી લગભગ 40 હજાર રૂપિયા મહિને ફૈઝને આપી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ મહિનામાં તેને લગભ દોઢ લાખ રૂપિયા આપી રહ્યા છે, જેમાં તેના તમામ બીલ અને ખરીદી ખર્ચનો સમાવેશ થાય છે.
 
વકીલ કહે છે કે હવે કૌટુંબિક વિવાદ બાદ તેના માતાપિતા તેને આ પૈસા આપવા માંગતા નથી. પારિવારિક ક્લેશને કારણે તેઓ ઘણા સમયથી પરેશાન છે.. તેના માતાપિતા કહે છે કે ફૈઝની આ માંગણી ઉચિત નથી. આ પહેલા પણ તેણે ઓક્સફોર્ડ વિરુદ્ધના કેસમાં તેની માનસિક સ્વાસ્થ્યને નબળી હોવાનું ગણાવી હતી જેને કોર્ટે નકારી કાઢી હતી. 
 
ઉલ્લેખનીય છે કે ફૈજે એક ટૉપ લો ફર્મમાં પ્રેકટીસ કરી, પણ વર્ષ 2011થી તેને ક્યાય પણ નોકરી ન મળી. આ પહેલા પણ તેણે ફેમિલી કોર્ટમાં પોતના માતા પિતા વિરુદ્ધ આ પ્રકારનો કેસ કર્યો હતો. જેને ફેમિલી જજે રદ્દ કર્યો હતો. ફૈજ સિદ્દીકીએ પઓતનાઅ માતા પઇતા પઅસે આખી જીંદગી ભરણ પોષણનો ખર્ચ આપવઆની માન ગ કરવઆનુ કારણ પણ બતાવ્યુ છે.  તેણે કહ્યુ છે કે તેની ઘણી કોશિશ કરી, પરંતુ કોઈ સારી નોકરી નથી મળી શકી. આવી સ્થિતિમાં માતા પિતા સિવાય તેનો કોઈ સહારો નથી. તેથી તેમણે મારી જવાબદારી ઉઠાવવી પડશે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા 2018માં ફૈજે પોતાના નબળા માનસિક આરોગ્યનો હવાલો અઅપતા ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિરુદ્ધ પણ એક કેસ કર્યો હતો. તેણે ઓક્સફોર્ડ પાસે 10 કરોડ રૂપિયાનુ મહેનતાણુ માંગ્યુ હતુ. તેમનો દાવો હતો કે ઓક્સફોર્ડમાં અભ્યાસનુ સ્તર સારુ નથી. જેને કારણે એક પ્રતિષ્ઠિત અમેરિકી લૉ કોલેજમાં તેનુ એડમિશન ન થઈ શકયુ. જો કે ફેજ દ્વારા નોંધાયેલ અઅ કેસ ને પણ લંડનની એક નીચલી કોટે રદ્દ કર્યો હતો.