ગુજ્જુ ખેડૂત કર્યું સ્ટ્રોબેરીનું વાવતેર, એક મહિનામાં મેળવી અધધધ કિલો સ્ટ્રોબેરી

Last Modified ગુરુવાર, 11 માર્ચ 2021 (11:41 IST)
જામનગરના કાલાવડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું સંશોધન કરી રહ્યા છે. આ વર્ષે તેઓએ સ્ટ્રોબેરી, ઝુકીની તેમજ બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું.
એક વીઘામાં ૬૦૦૦ જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરી,આ રોપામાંથી માત્ર એક મહિનામાં જ તેઓને ૩૦૦૦ કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મળ્યું છે.
તેઓએ જણાવ્યું કે,"સાકાર ખેડૂતોને દરેક પગલે સહાય અને માર્ગદર્શન આપે છે તેનો લાભ લઈ અન્ય ખેડૂતો પણ માત્ર પરંપરાગત પાકોના બદલે નવા પાકોના પ્રયોગો હાથ ધરીને નવીન ખેતી તરફ વળે તો ખેતી દરેક ખેડૂતને અતિ સમૃદ્ધ બનાવવા સક્ષમ છે. અન્ય પણ આમાંથી પ્રેરણા લઇ આગળ વધે અને રાજ્ય સરકારનું માર્ગદર્શન લે તો ગુજરાતના ખેડૂતને ક્યારે કોઇ અટકાવી શકે તેમ નથી.”


આ પણ વાંચો :