રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2023 (08:20 IST)

weather Update- રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે
 
આ વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. 
 
રાજ્યમા ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે- ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 4,5 અને 6 માર્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તો વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે