શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (08:28 IST)

લુધીયાણાથી આવેલું કન્સાઇમેન્ટ દુબઈ મોકલવા ગુજરાતના દરિયાનો ઉપયોગ,મુન્દ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 5 ટન રક્તચંદન ઝડપાયું

ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. સમયાંતરે ડ્રગ્સ માફિયાઓ વિદેશમાં સપ્લાય કરવા માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ કરતાં થયાં છે. ત્યારે હવે ચંદનનું લાકડું પણ વિદેશ મોકલવા માટે ગુજરાતનો દરિયા કિનારો માફિયાઓમાં ફેવરિટ બની રહ્યો છે. મુંદ્રા પોર્ટ પર એમઆઈસીટીમાં ડીઆરઆઈએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદનના 177 લોગ્સ કબ્જે કરાયા હતા.ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવારના સાંજના સમયે લુધીયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુજ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને એમઆઈસીટીમાં રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલા રક્તચંદનના ટિમ્બર લોગ્સ મળી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી ગણનાના અંતે કુલ 177 રક્તચંદનના લોગ્સ હોવાનું સામે આવ્યું હતું.જેનું વજન કરતા તે 5.4 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર ત્રણ કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો લુધીયાણાથી આવ્યો હતો અને દુબઈ માટે એક્સપોર્ટ થવાનો હતો. પરંતુ તેવું થાય તે પહેલાજ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો.ડીઆરઆઈએ હજી બે મહિના પહેલાજ મુંદ્રા પોર્ટથી 6 કરોડ જેટલી કિંમત ધરાવતું લાલચંદન ઝડપ્યું હતું. ત્યારે તે બ્રાસના ડિક્લેરેશન સાથે નિકાસ કરવાની પેરવીમાં હતું ત્યારે સીએફએસથી ઝડપાયું હતું. આટલા ટુંકા ગાળામાંજ વધુ એક આ પ્રકારનું કન્સાઇમેન્ટ ઝડપાતા એજન્સીઓ દોડતી થઈ હતી.પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર રેલવે માર્ગે લુધીયાણાથી મુંદ્રા સુધી આવ્યું હોવાનું ખૂલ્યું હતું. જેની એક્સપોર્ટર પાર્ટી પણ લુધિયાણા સ્થિત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.