ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 મે 2022 (10:54 IST)

પ્લાસ્ટિકની પ્લેટ, કપ, સ્ટ્રો, ઝંડા, ટ્રે, ફોર્ક, આઈસક્રીમની ચમચીના ઉપયોગ પર 1 જુલાઈથી પ્રતિબંધ

plastic
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલયના પરિપત્રને આધારે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ આવી રહ્યો છે. 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ નહીં થઈ શકે છે. આ ઉપરાંત 120 માઈક્રોનથી પાતળી કેરી બેગના ઉપયોગ પર પણ 31 ડિસેમ્બરથી પ્રતિબંધ આવશે.

મ્યુનિ. જનરલ બોર્ડમાં કરાયેલા ઠરાવને અનુસંધાને મ્યુનિ. કમિશનરે એક વિશેષ પરિપત્ર કરીને પ્લાસ્ટિકના ઉપયોગ પર ચોક્કસ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેમાં અગાઉ જ્યાં 40 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ હતો તેને સામે હવે 30 સપ્ટેમ્બર 2021થી 75 માઇક્રોનથી પાતળી થેલી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે 31મી ડિસેમ્બર 2022 બાદ શહેરમાં 120 માઇક્રોનથી પાતળી કેરીબેગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્લાસ્ટિકની કેરીબેગના વેચાણ, ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન સામે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગૂંથાયેલી ન હોય તેવી કેરીબેગ પણ 60 ગ્રામ પ્રતિ. ચોરસ મીટરથી ઓછી ન હોવી જોઇએ તેવી સ્પષ્ટ જોગવાઇ થઇ છે.

આ ઉપરાંત 1 જુલાઇ 2022થી ઉત્પાદકો, આયાતકારો, જથ્થાબંધના વેપારીઓ, વેચાણકારો અને ઉપયોગકર્તાઓ માટે તેના સિવાય પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પોલીસ્ટ્રીને અને એક્સાપાન્ડેડ પોલીર્સ્ટીન, કોમોડિટીઝ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઇયર બડના પ્લાસ્ટિક સ્ટિક, બલુનની સ્ટિક, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી સ્ટિક, આઇસ્ક્રીમની પ્લાસ્ટિકની ચમચી, થર્મોકોલના ડેકોરેશન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્લેટ, કપ,ગ્લાસ, કટલરી જેવીકે ચમચી, કાંટો, સ્ટ્રો, ટ્રે, બોક્ષને લપેટવા માટે ફિલ્મ- પ્લાસ્ટિક, ઈન્વિટેશન કાર્ડ, સિગારેટ પેકેટ પર લગાવવાના પ્લાસ્ટિક, 100 માઇક્રોન કરતાં પાતળા પીવીસી બેનર પર પણ પ્રતિબંધ લાદવામાં આ‌વ્યો છે.શહેરમાં ખાસ કરીને ખાણીપીણી માર્કેટ, શાકભાજી માર્કેટ સહિત અન્ય અનેક વિસ્તારમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બેરોકટોક થતો જોવા મળતો હોય છે. અમદાવાદ શહેરની હદ બહાર ઉત્પાદીત થતાં આવા પ્લાસ્ટિકનું શહેેરમાં અલગ અલગ વાહનો મારફતે પરિવહન કરીને ગેરકાયદે રીતે તેનું વેચાણ થતું હોય છે.