વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત, 4ના મોત
નેશનલ હાઈવે 8 પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી ખાતે મુંબઈના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.અહેવાલ અનુસાર પુરપાટ વેગે આવતી લાલ કલરની બલેનો કાર નેશનલ હાઈવે 8 પર આજે શનિવારના રોજ સવારના સમયે ટ્રકની પાછળ અથડાઈ હતી.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં બેઠેલા મુંબઈના પરિવારના ચાર સભ્યોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી.ઈજા પામેલા વય્ક્તિઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક્સિડેન્ટના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કાર અને ટ્રક બંને મહારાષ્ટ્ર પાસિંગ ધરાવે છે.