સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 મે 2018 (12:40 IST)

વડોદરામાં સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક, યુવતીએ કહ્યું બળાત્કાર થયો જ નથી

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે પોતાના બોયફ્રેન્ડ સાથે જન્મ દિવસની ઉજવણી કરવા ગયેલી યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. યુવતી અને પરિવારજનોએ પોલીસ પૂછરપછમાં કહ્યું હતુ કે, યુવતી પર ગેંગરેપ થયો જ નથી. વડોદરા શહેરના નવલખી મેદાનમાં ગત સોમવારના રોજ મિત્રની બર્થ-ડે હોવાથી તેની સાથે બેઠેલા યુવક પાસે ત્રણ શખ્સો ધસી આવ્યાં હતા. અને પોતે સીક્યુરીટીના માણસો હોવાનો રોફ ઝાડી સોના ચાંદીની વીટી અને 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 16 હજારની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે રાવપુરા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર રહેતો યુવક ગત સોમવારના રોજ તેની મિત્રનો જન્મ દિવસ હોવાથી તેની સાથે નવલખી મેદાનમાં બેઠો હતો. દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. અને પોતે સિક્યુરીટીના માણસો હોવાનો રોફ ઝાડી યુવકને બીભત્સ ગાળો બોલી તેની પાસેનો સેમસંગ અને એચપી કંપનીનો મોબાઇલ ફોન તેમજ 2 વીટી અને ચેઇન મળી કુલ રૂ. 16 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

નવલખી મેદાનમાં બોયફ્રેન્ડ સાથે બેઠેલી યુવતી પાસે ધસી આવેલા ત્રણ શખ્સોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યારબાદ યુવતી તેના બોયફ્રેન્ડ સાથે રસ્તા પર આવી પહોંચ્યાં હતા. ત્યાં યુવકને તેનો એક મિત્ર મળતા તેના મોબાઇલ ફોનથી અન્ય મિત્રોને બોલાવી બનાવની જાણ કરી હતી. જેથી મિત્રએ પોલીસ ફરીયાદ કરવા અંગે જણાવ્યું હતુ. પરંતુ યુવતી અને તેનો બોયફ્રેન્ડ બનાવના દિવસે પોલીસ સ્ટેશને પહોંચ્યા ન હતા. ત્યારબાદ આ મામલો શહેરની લક્ષ્ય ટ્રસ્ટ પાસે પહોંચ્યો હતો. અને લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા યુવતી અને તેના બોયફ્રેન્ડને રાવપુરા પોલીસ ખાતે લઇ જવાઇ હતી.