શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 મે 2018 (12:02 IST)

પ્રેગનેંસી પછી સૌ પહેલા આ કામ કરશે સાનિયા મિર્જા

થોડા અઠવાડિયા પહેલા જ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પોતાના ગર્ભવતી હોવાની માહિતી આપી હતી. આ માહિતી સાનિયાએ પોતે જ સોશિયલ મીડિયા પર પોતાના ટ્વિટર એકાઉંટ પરથી પોતાના પ્રેંગનેસીના સમાચાર એક ફોટોના માધ્યમથી આપ્યા હતા. 
સાનિયા મિર્જાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા અને બંનેયે પોતાના ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ એકાઉંટ દ્વારા પોતાના પ્રશંસકો અને ફોલોઅર્સ માટે નવા મહેમાનના આવવાના એક સારા સમાચાર આપ્યા હતા.  ઉલ્લેખનીય છે કે સાનિયાએ તાજેતરના જ એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તે પોતાના બાળકનુ નામ મિર્જા મલિકના રૂપમાં ઉપનામ અને ફક્ત મલિકના રૂપમાં મુકશે. 
ગર્ભાવસ્થા પછી સાનિયાને જે સવાલનો જવાબ શોધવો પડશે તે એ રહેશે કે શુ તે વર્ષ 2020માં ટોકિયોમાં શરૂ થનારા ઓલંપિકમા6 ભાગ લેશે કે નહી. સાનિયાએ એક ન્યૂઝ એજંસીને આપેલ ઈંટરવ્યુને વાંચવામાં આવે તો એવુ લાગે છે કે તે પોતાની પ્રેગનેંસીને કેરિયરમાં અવરોધના રૂપમાં જોવા નથી માંગતી. 
 
સાનિયાએ પોતાના ઈંટરવ્યુમાં કહ્યુ કે તે બીજી મહિલાઓ માટે એક મિસાલ બનવા માંગે છે જે પ્રેગનેંસીને કારણે કેરિયર કે પોતાના સપનાઓ સાથે સમજૂતી કરી છે.  ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્જા ઘૂંટણમાં વાગવાથી 6 મહિનાથી ટેનિસ રમી રહી નથી. 
 
જો કે સાનિયાના ઘૂંટણનો દુ;ખાવો હવે ધીરે ધીરે ઠીક થવા માંડ્યો છે. ટોકિયો ઓલંપિકમાં ભાગ લેવાના સવાલ પર તેમણે કહ્યુ કે હાલ તો એ ખૂબ મુશ્કેલ લાગે છે.  કારણ કે ઓક્ટોબર સુધી તે માન બની જશે. પણ તેની પૂરી કોશિશ રહેશે કે તે જલ્દીથી જલ્દી તેના ફેંસ તેને ટેનિસ કોર્ટ પર રમતી જોઈ શકે.