શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (11:55 IST)

2017 US OPEN: સાનિયા-પેંગની જોડીને મળી હાર, માર્ટિના હિંગિસ-યુંગની જોડીએ આપી માત

યૂએસ ઓપનના મહિલા ડબલ્સના સેમીફાઈનલમાં સાનિયા મિર્જા અને શુઆઈ પેંગની જોડીને સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો. રસપ્રદ વાત એ છે કે સાનિયા-પેંગની જોડીને માર્ટિના હિંગિસ અને યુંગ ચૈનની જોડી તરફથી હારનો સામનો કરવો પડ્યો.  સાનિયા અને માર્ટિનાની જોડી 2015માં યૂએસ ઓપનનો ખિતાબ સાથે રમીને જીત્યુ હતુ. 
 
સાનિયા-પેંગની જોડીએ 4-6, 4-6 થી મેચ ગુમાવી. ભારતની સાનિયા મિર્જા આ વર્ષે પ્રથમ ગ્રૈંડસ્લેમ સેમીફાઈનલમાં પહોંચી હતી. સાનિયા-પેંગની જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં ટિમીયા બાબોસ અને આંદ્રિય લાવાસ્કોવાને બે સેટોના મુકાબલામાં હરાવ્યા હતા. સાનિયા અને ચીન કી પેંગની જોડીએ પાંચમી વરીયતા પ્રાપ્ત હંગરીની બાબોસ અને ચેક ગણરાજ્યની આંદ્રિયાને 7-6, 6-4થી હરાવી હતી.