સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (14:22 IST)

I hate my teacher : સિંધુનો કોચ ગોપીચંદ માટે ખાસ સંદેશ જુઓ વીડિયો

ટીચર્સ ડે પર પોતાના કોચ પુલેલા ગોપીચંદનો આભાર બતાવવા માટે એક ડિઝિટલ ફિલ્મ માટે ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુ નિર્માતા બની ગઈ છે. પાંચ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે અને આ અવસર પર ઓલિમ્પિકની રજત પદક વિજેતા સિંધુએ સ્પોર્ટ્સ ડ્રિંક બનાવનારી કંપની સાથે મળીને આઈ હેટ માઈ ટીચર નામની ફિલ્મનુ નિર્માણ કર્યુ છે. 
 
ફિલ્મ પ્રોડ્યુસર બની સિંધુ 
 
આ ફિલ્મમાં સિંધુના કેરિયરના સફર અને કોચ ગોપીચંદની સાથે તેમના તાલમેલને બતાવાયુ છે. સિંધુએ કહ્યુ કે કોચ ગોપીચંદે મારે માટે અથાક પ્રયાસ કર્યા છે અને મારે માટે તેમની આંખોમાં મોટા સપના હતા.  તેઓ મારો વિશ્વાસ છે. આ ફિલ્મ પર કામ કરવુ મારે માટે અથાક પ્રયાસ કર્યા છે અને મારે માટે તેમની આંખોમાં મોટા સપના હતા. તેઓ મારો વિશ્વાસ છે. આ ફિલ્મ પર કામ કરવુ મારે માટે ઘર જેવો અનુભવ હતો. હુ કોચ તરફથી મારા કેરિયર માટે આપવામાં આવેલ યોગદાનની કર્જદાર છુ. 
 
આઈ હેટ ટીચર 
 
સિંધુએ કહ્યુ કે શિક્ષક દિવસના અવસર પર તેઓ પોતાની સફળતાનો બધો શ્રેય પોતાના કોચને આપે છે.  આ ફિલ્મના નિર્માણ પછળનો વિચાર પ્રશિક્ષકો, શિક્ષકો, કોચ અને તેના શિષ્યોની વચ્ચે નફરત અને પ્રેમના સંબંધોને બતાવે છે.