શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ન્યૂયોર્ક. , ગુરુવાર, 29 જૂન 2017 (12:06 IST)

ગર્ભવતી Serena વિલિયમ્સનું અનોખા અંદાજમાં Photo Shoot

23 વાર ગ્રૈડ સ્લૈમ ચેમ્પિયન અમેરિકાની સેરેના વિલિયમ્સ ભલે કોર્ટથી દૂર છે પણ ચર્ચાથી દૂર નથી અને વૈનિટી ફયર મૈગેઝીન માટે પોતાના અનોખા અને ખૂબ જ ખૂબસૂરત ફોટોશૂત દ્વારા માતૃત્વનો એક જુદો જ અંદાજ રજુ કરી તે ફરી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર છવાય ગઈ છે. 
 
સેરેના હાલ ગર્ભવતી છે અને પોતાના મંગેતર એલેક્સિસ ઓહાનિયનના પ્રથમ બાળકને જન્મ આપવાની છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં  ગર્ભવતી હોવા છતા ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. સેરેનાએ તાજેતરમાં વૈનિટી ફેયર મેગેઝીન માટે એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો છે. જેમા ગર્ભવતી સેરેનાનું ઉભરાયેલુ પેટ દેખાય રહ્યુ છે અને તે આ તસ્વીર હવે સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થઈ ગઈ છે. જેમા તેના પ્રશંસકોએ ખૂબ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
અમેરિકી ખેલાડી આ તસ્વીરમાં એકદમ નિર્વસ્ત્ર છે અને કમર પર તેણે માત્ર એક ચેન પહેરી છે. આ તસ્વીરને પ્રસિદ્ધ ફોટોગ્રાફર એની લીબોવિટ્ઝે ખેંચી છે. ખુદ 35 વર્ષીય ટેનિઓસ ખેલાડીએ ટ્વિટર પર પોતે આ તસ્વીર શેર કરી છે. ગ્રેંડ સ્લેમ ચેમ્પિયને આ તસ્વીર સાથે લખ્યુ મારુ વૈનિટી  ફેયર કવર જુઓ.. સવાલ એ છે કે આ છોકરો છે કે છોકરી.. હુ તે જાણવા માટે રાહ જોઈ રહી છુ. પણ તમારા વિચાર જાણીને મને ખુશી થશે. 
 
સેરેનાની આ ઉપરાંત બે વધુ તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમા એકમાં તેના વાળ બાંધાયેલા છે અને ચોટલી કમર સુધી લટકી રહી છે. આ તસ્વીર તેમને ડાબા અને જમણા બંને બાજુથી લીધી છે.  જ્યારે કે એક તસ્વીર સતરંગી ગાઉન પહેરીને સૂતેલી છે જેમા તેનુ ઉભરાયેલુ પેટ સ્પષ્ટ દેખાય રહ્યુ છે. સેરેનાએ આ મેગેઝીનને પોતાની સ્ટોરી બતાવી કે તે અને ઓહાનિયન પોતાના બાળકના જન્મ પછી લગ્ન કરશે. 
 
અમેરિકી ખેલાડીએ એપ્રિલમાં પોતાના ગર્ભવતી હોવાના સમાચાર શેર કર્યા હતા. તેમણે સાથે જ બતાવ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા છ વાર તેણે ટેસ્ટ કર્યો કારણ કે તેને ગર્ભવતી થવા પર વિશ્વાસ જ નહોતો બેસતો.  ગર્ભવતી હોવાને કારણે તે ઓસ્ટ્રેલિયન ઓપન પછી રમી શકી નથી. પણ તે 2018માં કમબેક કરવાની આશા બતાવી રહી છે.