મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2017 (14:55 IST)

પોલોના નવા અવતારને આવકારવા ભાવનગર સજ્જ

ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં સૈફ અલી ખાન, સની લિયોની, હર્ષવર્ધન કપૂર, કિર્તિ સેનન અને લોરેન ગોટીએબ સહિતની સેલિબ્રિટિઝ ઉપસ્થિત રહેશે  પોલોનો નવો અવતાર ચેમ્પિયન્સ પોલો લીગ ભાવનગર ખાતે ગુજરાત પોલો કપનું આયોજન કરીને રમતને તેના ચાહકોની વધુ નજીક લઇ જઇ રહ્યું છે. ભાવનગરમાં 7 અને 9 એપ્રિલ દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ પોલો લીગ માટે મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે એક્રિસિલ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિરાગ પારેખે આ ખ્યાલ વહેતો કર્યો છે અને તેઓ ચેમ્પિયન્સ પોલો લીગના સ્થાપક પણ છે.

સપ્ટેમ્બર, 2017માં લોન્ચ થનારી ચેમ્પિયન્સ પોલો લીગ – ‘ન્યુ અવતાર ઓફ પોલો’ માટે નક્કી કરાયેલા નિયમો અને ધારાધોરણો પ્રમાણે જ ગુજરાત પોલો લીગ રમાશે. નવા ફોર્મેટમાં નાઇટ ટાઇમ મેચ, નવા પોલો ગ્રાઉન્ડ ડાયમેન્શન, કસ્ટમાઇઝ્ડ પોલો બોલ, સ્ટાર રેન્કિંગ સિસ્ટમ દ્વારા ખેલાડીઓના રેટિંગ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલો કપની ટીકીટ વેચાણ માટે bookmyshow.com ઉપર 24 માર્ચ, 2017થી ઉપલબ્ધ બનશે અને ત્રણ દિવસના પાસની કિંમત રૂ. 1,500થી શરૂ થાય છે.

આ ટુર્નામેન્ટમાં સમીર સુહાગ, સમશેર અલી, બશીર અલી, ધ્રુવપાલ ગોદારા, ગૌરવ સેહગલ, લેરોક્સ હેડ્રિક્સ અને રિચર્ડ લી પોર સહિતના આંતરરાષ્ટ્રીય અને ભારતીય ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
7 એપ્રિલથી શરૂ થતી આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં સૌફ અલી ખાન, સન્ની લિયોની, હર્ષવર્ધન કપૂર, કિર્તિ સેનન અને લોરા ગોટીએબ જેવા સેલિબ્રિટિઝ ઉપસ્થિત રહેશે.

ગુજરાત પોલો કપના ઓફિશિયલ ટાઇટલ સ્પોન્સર યુ.એસ. પોલો એસોસિયેશન અને ઓફિશિયલ ટાઇમ કીપર ફ્રેડ્રિક કોન્સ્ટન્ટ છે.


ગુજરાત પોલો કપમાં ભાગ લેતી ટીમની યાદીઃ
 
S. No.    Team Name    Owner Name       
1.    RapicureCarysil Cowboys    Mr. Chirag Parekh       
2.    Leela Royals    Mr. Komalkant Sharma       
3.    IPCL Immortal     Mr. Piyush Tamboli       
4.    RK Maxton Lions    Mr. RajdeepGohil and Mr. Manoj Panchal       
5.    IsconHemvijay Stallions    Mr. Jayesh Kotak and Mr. Hemant Mehta       
6.    Goyal Hariyana MMC Warriors     Mr. Rajeev Reniwal and Mr. Sanjay Shah     

ચેમ્પિયન્સ પોલો લીગના સ્થાપક શ્રી ચિરાગ પારેખે જણાવ્યું હતું કે, “પોલો ખુબજ રસપ્રદ અને શારીરિક ક્ષમતાઓનો પરિચય આપતી રમત છે, જે અંગે દેશના મોટા હિસ્સાને જાણકારી નથી. અમે ચેમ્પિયન્સ પોલો લીગના લોન્ચ તરફ આગળ વધી રહ્યાં છીએ ત્યારે ગુજરાત પોલો કપ દ્વારા અમે ચાહકોને રમત સાથે સાંકળવા માગીએ છીએ અને તેમને પીચ ઉપર અને પીચની બહાર પોલોનો અનુભવ કરાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. ચાહકો ઉપરાંત અમારી સાથે આંતરરાષ્ટ્રીય અને ભારતીય ખેલાડીઓ પણ સંકળાયા છે, જેઓ ગુજરાત પોલો કપ રમવા ખુબજ ઉત્સાહિત છે અને તેઓ પોતાનો અનુભવ ચેમ્પિયન્સ પોલો લીગ સુધી વિસ્તારવા સજ્જ છે. અમે પોલો રમતને વિશાળ જનસમૂહ સુધી લઇ જઇને રમત પ્રત્યે પ્રેમમાં વૃદ્ધિ કરવા માગીએ છીએ.”
પોલો રમત માટે ભારતની સૌપ્રથમ ઓફિશિયલ લીગ ચેમ્પિયન્સ પોલો લીગ સપ્ટેમ્બર, 2017માં લોન્ચ થવા માટે સજ્જ છે. આ પહેલાં ડિસેમ્બર, 2017માં તેનું લોન્ચિંગ થયું હતું, જેમાં શાહી પરિવારના સભ્યો અને પોલોના ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. લોન્ચ બાદ ચેમ્પિયન્સ પોલો લીગ માટે જાન્યુઆરી, 2017માં ખાસ સ્ટાર-રેન્કિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પેનલના પ્રતિષ્ઠિત સભ્યોએ 24 ખેલાડીઓને રેટિંગ્સ આપ્યાં હતાં. સ્ટાર રેટિંગ્સ સિસ્ટમ વિશિષ્ટ માપદંડો આધારિત હતાં, જે અનુભવી ખેલાડીઓ અને પોલો રમત સાથે સંકળાયેલા જાણીતા વ્યક્તિઓ દ્વારા નક્કી કરવામાં આવ્યાં હતાં. આ માપદંડોમાં વિવિધ સ્કીલ ટેસ્ટ, જેમ કે બોલ હેન્ડલિંગ, હોર્સ હેન્ડલિંગ, ફાઉલ અને વ્યૂહનો સમાવેશ થાય છે. દરેક ખેલાડીને દરેક કૌશલ્ય માટે 1-10 પ્રમાણે રેટિંગ્સ અપાયા હતાં. ખેલાડીઓમાં સમીર સુહાગ, બશીર અલી, ધ્રુવપાલ ગોદારા, સમશેર અલી, ગૌરવ સેહગલ, આંગડ કાલન, ઉદય કાલન સહિતનાનો સમાવેશ થાય છે.