શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 મે 2018 (10:50 IST)

પાણીના ઝગડામાં સળગ્યુ ઔરંગાબાદ, બે જૂથો વચ્ચે હિંસામાં એકનુ મોત

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામં શુક્રવારે મોડી રાત્રે બે સમુહો વચ્ચે થયેલ એક ઝડપ પછી તનાવનુ વાતાવરણ બન્યુ છે મોડી રાત્રે બે સમુહ વચ્ચે નળના કનેક્શન તોડવાને લઈને શરૂ થયેલ વિવાદ પછી પત્થરમારો અને આગચંપીની ઘટનાઓ થઈ છે. જ્યારપછી ઉભા થયેલા તનાવ વચ્ચે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ હિંસામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને અનેક લોકો ઘયાલ થયા. તનાવને ધ્યાનમાં રાકહ્તા જીલ્લામાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે. 
 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઔરંગાબાદ જીલ્લામાં શુક્રવારે મોડી રાત્રે બે સમૂહ વચ્ચે નળના કનેક્શનને તોડવાને ધ્યાનમાં રાખતા વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વિવાદના થોડીવાર પછી જીલ્લામાં તનાવ બન્યો જ્યારબાદ બે સમુહના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને એકબીજા પર પત્થરમરો કર્યો. આ દરમિયાન ભીડમાં સામેલ કેટલાક ઉપદ્રવિયોએ રસ્તા પર રહેલા વાહન તોડફોડ કર્યા પછી તેમા આગ લગાવી દીધી. 
 
પોલીસ અધિકારી સહિત 10થી વધુ લોકો ઘાયલ 
 
ઘટનાની માહિતી મળ્યા પછી જીલ્લાના આસિસ્ટેંટ પોલીસ કમિશ્નર ગોવર્ધન કોલેકર ભારે પોલીસબળ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા.  જ્યારબાદ ભીડને કાબુમાં કરવા ટીયરગેસ છોડવામાં આવ્યા.  બીજી બાજુ આ કાર્યવાહીનો વિરોધ કરતા ભીડમાં જોડાયેલા કેટલાક યુવકોએ પોલીસ પર પણ પત્થરમારો કર્યો.