રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 8 મે 2018 (13:13 IST)

લોકસભા ચૂંટણી 2019 વિશે બોલ્યા રાહુલ ગાંધી.. કોંગ્રેસને બહુમત મળી તો હુ બનીશ પ્રધાનમંત્રી

. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે. બેંગલુરૂમાં એક પ્રેસ કૉંફ્રેંસ દરમિયાન મીડિયા સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમત મળશે તો તે પ્રધાનમંત્રી બનશે.  ઉલ્લેખનીય છે કે હાલ રાહુલ ગાંધી કર્ણાટકમાં સત્તા કાયમ રાખવા માટે પોતાની પૂરી તાકત લગાવી રહ્યા છે. 
 
 
જ્યારે મીડિયા તરફથી પૂછવામાં આવ્ય કે જો 2019મની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મોટી જીત મેળવશે તો શુ તમે પીએમ  બનશો તો રાહુલે કહ્યુ કેમ નહી..  તેમણે આગળ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યુ અને કહ્યુ કે હુ વારે ઘડીએ પીએમ મોદીને પુછી રહ્યો છુ કે તેમને સીએમ કૈડીડેટના રૂપમાં એક ભ્રષ્ટ માણસને કેમ પસંદ કર્યો જે જેલ પણ જઈ ચુક્યો છે. 
 
સોમવારે પણ રાહુલે મીડિયા સાથેની વાતચીતમાં પીએમ મોદી પર હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યુ  હતુ કે સેલફોનમાં ત્રણ મોડ હોય છે. પહેલુ કામ કરવાનુ મોડ હોય છે બે અન્ય સ્પીકર મોડ અને એયરપ્લેન મોડ હોય છે. મોદી ફક્ત સ્પીકર અએન એયરપ્લેન મોડનો ઉપયોગ કરે છે. કામવાળા મોડનો નહી.  તેમને મોદી દ્વારા ગયા અઠવાડિયે રેલીમાં કરવામાં આવેલા કટાક્ષ વિશે પ્રતિક્રિયા આપવાનુ કહ્યુ હતુ જેમા પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર પછી કોંગ્રેસ પંજાબ પોંડિચેરી અને પરિવાર કોંગ્રેસ બનીને રહી જશે.