રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 એપ્રિલ 2018 (00:09 IST)

Vadodara News - ઈન્કમ ટેક્ષ ઓફિસરે અનૈતિક સંબંધો અને દહેજને કારણે પત્નીની કરી હત્યા

વડોદરાના ઈન્કમ ટેક્ષ ઓફિસરે પ્રેમ સંબંધમાં અવરોધરૂપ બનેલી પત્નીનું મિત્ર સાથે મળીને કાંસળ કાઢી નાંખી તેની લાશ દાટી દીધી હતી. જો કે આ ઘટનામાં આખરે ભેદ ખુલતા, 10 દિવસે આરોપી પતિને જયપુરથી વડોદરા લવાયો હતો. જ્યારે હત્યામાં સંડોવાયેલા ઓફિસરના મિત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
 
વડોદરામાં હરણી વિસ્તારમાં ત્રિક્ષ ડુપ્લેક્ષમાં રહેતા એક ઈન્કમ ટેક્ષ ઓફિસરે જયપુર હોસ્ટેલમાં રહેતી પોતાની પત્નીને વડોદરા બોલાવ્યા બાદ તેની હત્યા કરી દઈને લાશને મકાનના જ ગાર્ડનમાં દાટી દીધી હતી. જ્યારે જયપુરમાં આ મહિલા ગુમ થયાની ફરિયાદ નોંધાવાયી હતી. આ મામલે જયપુર પોલીસ અને વડ઼ોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં JCBની મદદથી ત્રણ કલાક ખોદકામ કર્યા બાદ પોલીસે ઈન્કમ ટેક્ષ ઓફિસરના મકાનના ગાર્ડનમાંથી જ લાશ શોધી કાઢી હતી. આ મામલે પતિની શોધખોળ બાદ તેને જયપુરથી વડોદરા લાવવામાં આવ્યો હતો.
 
 
આ મામલે પોલીસ અધિકારી બી એમ રાણાએ જણાવ્યું હતું કે અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો અને દહેજને કારણે લોકેશકુમારે પત્નીની ઠંડે કલેજે હત્યા કરી હતી. આઇટી ઓફિસર લોકેશકુમાર ચૌધરીએ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે તેના એક મિત્રની મદદ લીધી હતી. લોકેશકુમારની પત્ની મુનેશ જયપુર ખાતે સેકન્ડ ગ્રેડ ટિચરની પરીક્ષા આપવા માટે ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી તેણે પત્નીને પોતાના મિત્ર સાથે વડોદરા બોલાવી હતી. કે બસ મારી પત્નીને શોધીને આપો. છોકરીના માતા પિતાએ તેમને લોકેશ પર શંકા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે લોકેશની સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પુછપરછમાં લોકેશ ભાંગી પડ્યો હતો. તેણે પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે મેં અને મારા મિત્રએ મળીને મારી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી છે. ત્યાર બાદ જયપુર પોલીસ આજે વડોદરા ખાતે આવી પહોંચી હતી.  આઇટી ઓફિસર લોકેશકુમારના વડોદરા સ્થિત હરણી રોડ પર આવેલ ત્રીક્ષ ડુપ્લેકસ જમીનમાં દટાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જયપુર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, કારેલીબાગ પોલીસનો સ્ટાફ અને હરણી પોલીસનો સ્ટાફ સવારના 5 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. લોકેશની પત્નીનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને જયપુર રવાના થઇ હતી.