સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2023 (14:10 IST)

Vadodara-Karjan Highway Accident - વડોદરાના કરજણ હાઇવે પર ઊભેલી ટ્રક સાથે પૂરઝડપે આવતી ટ્રક અથડાતા બેના મોત

Vadodara-Karjan Highway
Vadodara-Karjan Highway
Vadodara-Karjan Highway Accident - વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે પર વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક અને ક્લિનરના મોત નીપજ્યાં હતા. આ અકસ્માત સર્જાતા જ સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રકના કેબિનમાં ફસાયેલા ટ્રકચાલક અને ક્લિનરને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા.

કરજણ હાઇવે ઉપર શિવવાડી પાસે એક ટ્રક રોડ ઉપર ઉભી હતી. તે સમયે પુરપાટ પસાર થઇ રહેલી ટ્રક ઉભેલી ટ્રકમાં પ્રચંડ ધડાકા સાથે ભટકાઇ હતી. ટ્રક ધડાકા સાથે ભટકાતાજ ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત સર્જાતાજ સ્થાનિક લોકો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. ટ્રકની કેબિનમાં ફસાયેલા ટ્રકચાલક અને ક્લિનરને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા.દરમિયાન આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા સ્થળ પર આવી પહોંચી હતી. ગંભીર રીતે ઇજા પામેલ ટ્રકચાલક અને ક્લિનરને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જો કે, તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે વહેલી સવારે બનેલા આ બનાવને લઈ ચકચાર મચી ગઇ હતી. એક તબક્કે હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. જો કે, ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલ ટ્રકચાલક અને ક્લિનરની ઓળખ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.