રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર, , શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (08:19 IST)

Vadodara-Mumbai expressway - એક દિવસમાં 1.28 કિલોમીટર રોડ બનાવવાનો વિશ્વ રેકોર્ડ

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના આઠ લેન પર ગુજરાતમાં મનુબાર-સાંપા-પાડ્રા સેક્શન પર 292 કિલોમીટરથી 355 કિલોમીટરની વચ્ચે 18.75 મીટર પહોળાઈમાંપેવમેંટ ક્વાલિટી કોંક્રિટનો સતત 24 કલાકમાં 1280 અર્થાત 1.28 કિલોમીટર સુધીના માર્ગનુ નિર્માણ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 
 
આ માર્ગ બનાવવામાં 5000 ટન સીમેંટ, 1500 ટનફ્લાઈ એશ, 80 ટન એદમિક્સચર, 500 ટન બરફ, 130 મેટ્રિક ટન ડૉવેલ બાર્સ અને ટાઈ બાર્સ સાથે 18000 ટન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. સલાહકાર અને પ્રાધિકરણના એંજિન્યરોના એકસપર્ટની ટીમે 1250થી વધુ ઑનસાઈટ કર્મચારીઓ જેમા અન્ય વ્યવસાયી અને વિઝિટર્સ પણ સામે છે ને ધ્યાનમા રાખતા ગતિવિધિ પર નજર રાખતા માર્ગદર્શન કર્યુ. વડોદરાની કંસ્ટ્રકશન, ડેવલોપમેંટ અને મેંટેનસ સર્વિસ કંપની પટેલ ઈંફ્રાસ્ટ્ર્ક્ચરે ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઈંડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનુ નામ નોંધાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 

આ કામ દેશનુ માઈલસ્ટોન 
 
આ રેકોર્ડ્સ વિશે, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એમડી, અરવિંદ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં માર્ગ નિર્માણમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ છે. અમે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે ઝડપથી અને સરળતાથી તૂટી નહીં શકે. તે માત્ર રેકોર્ડ બનાવવાની વાત નથી, તે આધુનિક ભારતનું ચિત્ર છે. તેણે માત્ર દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. આ એક્સપ્રેસ વેના નિર્માણમાં હવે વધુ વેગ આવશે કારણ કે અમારો પ્લાન્ટ હવે દર કલાકે 840 ઘન મીટર સિમેન્ટ કોંક્રિટનું ઉત્પાદન કરી રહ્યો છે.