બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (07:59 IST)

કોરોનાએ તોડ્યો અત્યાર સુધીનો બધો રેકોર્ડ, એક દિવસમાં 1 લાખ 85 હજાર નવા કેસ, 1025 મોતથી ગભરાટ

કોરોનાની બીજી લહેર સતત નવા-નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. દેશમાં મંગળવારે રાત સુધી સંક્રમણના 185,248 નવા મામલા નોંઘવામાં આવ્યા. આ બીમારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં મળનારા નવા સંક્રમિતોનો સર્વાધિક આંકડો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ આ સમયે 1025 લોકોના મોત થયા છે. અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,38,70,731 થઈ ગઈ છે. કોરોનાથી પીડિત લોકોના ઠીક હોવાનો દર વધુ ગબડીને 89.51 ટકા રહી ગયો છે. 
 
આંકડાના મુજબ સંક્રમણથી મરનારાઓની કુલ સંખ્યા 1,72,114 થઈ ગઈ છે. સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા પણ વધીને 13,60,330 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ મામલાના 9.24 ટકા છે. અત્યાર સુધી 1,23,32,636 કોરોના દર્દી ઠીક થઈ ચુક્યા છે, કોરોના મૃત્યુ દર 1.25 ટકા છે. દેશમાં 24 કલાક દરમિયાન જે 1025 કોરોના સંક્રમિતોના મોત થયા છે તેમાથી 281 મહારાષ્ટ્રથી, 156 છત્તીસગઢથી, 61 કર્ણાટકથી, 85 ઉત્તર પ્રદેશથી અને 81 દિલ્હીના લોકો છે. 
 
યુપી સહિત ચાર રાજ્યોમાં 58 ટકા નવા કેસ 
 
દેશમાં  એક દિવસમાં નવા ઇન્ફેક્શનના મોટાભાગના મામલા આ 10 રાજ્યોમાંથી છે. કન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યુ કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરલમાં મામલા રોજ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 18,021, છત્તીસગઢમાં 15,121 કેસ અને દિલ્હીમાં 13,468 નવા કેસ નોંધાયા છે. આ ચાર રાજ્યોમાં કુલ નવા સંક્રમિતોમાં 57.9 ટકા ફાળો છે.
 
રાજસ્થાનમાં કોરોના દર લગભગ 22 ટકા થયો 
 
રાજસ્થાનમાં વૈશ્વિક સંક્રમણની કોરોના બીજા લહેર ખૂબ ઝડપથી ફેલાવવાથી બે અઠવાડિયામાં સંક્રમણનો દર આશરે 22 ટકા સુધી પહોંચી ગયો છે. 1  એપ્રિલ સુધીમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસ એક દિવસમાં એક હજારને પાર કરી ગયા હતા અને ત્યારબાદ સોમવાર સુધી તે સતત વધતા આ  5771 પર પહોંચી ગયા હતા. અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે. એ એપ્રિલના રોજ 1350 નવા કેસ આવવાથી સંક્રમણની દર 3.68 ટકા હતી જે 12 એપ્રિલના રોજ વધીને 21.92 ટકા સુધી પહોંચી ગઈ છે. 
 
આંધ્રપ્રદેશમાં કોરોનાના 4,228 નવા કેસ 
 
આંધ્રપ્રદેશમાં મંગળવારે કોવિડ-19 ના 4,228 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા છ મહિનામાં દરરોજ સૌથી વધુ છે. રાજ્યમાં કોવિડ-19ની  સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધીને 25,850 થઈ ગઈ છે જે 30 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. એક સ્વાસ્થ્ય બુલેટિનમાં બતાવ્યુ છે કે મંગળવારે સવારે 9 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 1,483 દર્દીઓ ઠીક થયા હતા, જ્યારે 10 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 9,32,892 થઈ ગઈ છે, જ્યારે કુલ 8,99,721 દર્દીઓ રોગ મુક્ત થયા છે, બીજી બાજુ 7,321 દર્દીઓના મોત પણ થયા.