શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વડોદરા. , બુધવાર, 31 જુલાઈ 2019 (16:47 IST)

વડોદરામાં 2 કલાકમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ચારે બાજુ પાણી જ પાણી (જુઓ ફોટા)

ગુજરાતમાં સૌરાષ્ટ્ર પછી હવે મેઘરાજા વડોદરામાં બારે મેઘ ખાંગ્યા છે.   વડોદરામાં એક લાંબા વિરામ બાદ વરસાદે પોતાનુ તોફાની સ્વરૂપ બતાવ્યુ છે.   ગઈકાલ રાતથી ઝરમર ઝરમર વરસાદ પછી એકદમ જ એકસાથે 5 ઈંચ વરસાદ પડૅતા શહેરમાં જ્યા ત્યા પાણી ભરાય ગયા છે. વડોદરાના સરદારભવન વિસ્તારમાં એક મકાન પડી જવાના સમાચાર પણ છે.   ઘણા વાહનો અધવચ્ચે જ અટવાય ગયા છે.   ભારે વરસાદને કારણે જેતલપુર રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા એક બાઈક ચાલક દબાય ગયો હતો પણ લોકોની મદદને કારણે તેને બચાવી લેવાયો છે. 
 છેલ્લાં દોઢ દિવસમાં ડભોઈ પંથકમાં પોણા બે ઈંચ, કરજણ તાલુકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તે સિવાયના તાલુકાઓમાં પણ મેઘમહેર વર્તાઈ હતી. પરંતુ આજે સવારથી વડોદરા શહરમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરનાં મોટા ભાગમાં પાણી ભરાઇ ગયા છે. સોમવારે સવારના 6 થી મંગળવારના સવારના 6 કલાક દરમિયાન વડોદરા શહેરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે આજે સવારના 6 કલાકથી વરસાદે જોર પકડ્યું છે અને મેઘો પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં ખીલી ઉઠ્યો છે. આમ વિતેલા 36 કલાકમાં વડોદરા તાલુકામાં 26 મિ.મી., પાદરામાં 14 મિ.મી., સાવલીમાં 12 મિ.મી., ડેસરમાં 7 મિ.મી., કરજણમાં 41 મિ.મી., શિનોરમાં 40 મિ.મી., ડભોઈમાં 42 મિ.મી. અને વાઘોડિયામાં 05 મિ.મી. પાણી વરસ્યું હતું.