ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (12:21 IST)

અમદાવાદમાં લવ જેહાદ અને વેલેન્ટાઈનના વિરોધમાં લાગ્યા પોસ્ટર

વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેનો વિરોધ કરાનારાઓ પણ પૂરજોશમાં વિરોધ કરવાના નવા નવા તરીકાઓ અપનાવી રહ્યાં છે. અમદાવાદમાં આ જ સંદર્ભે વેલેન્ટાઈન ડેના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ બજરંગ દળ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી અને એએમટીએસના બસ સ્ટોપ પર પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લવજેહાદનો મુદ્દો પણ વર્ણવી લેવાયો છે.  બજરંગ દળે વિવિધ કોલેજો બહાર પણ લવ જેહાદ અને વેલેન્ટાઈના વિરોધમાં પોસ્ટરો લગાવ્યાં છે.