શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જૂન 2019 (12:45 IST)

રૌદ્ર સ્વરુપ ધારણ કરીને ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વઘ્યું, 1 લાખથી વધુનું સ્થળાંતર

હવે જેની સતત બે દિવસથી ચર્ચાઓ થઈ રહી છે તે ‘વાયુ’વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચશે ત્યારે તેની ઝડપ 165 કિમી થવાની સંભાવના છે. વાવાઝોડું વેરાવળથી 340 કિલોમીટર દૂર છે અને તેની તીવ્રતા વધી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભાવિત થનાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે.

અંદાજે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. સાથે જ એનડીઆરએફની 51 ટીમને તહેનાત કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસર તળે સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે. વાયુ વાવાઝોડાને લઈને વેરાવળમાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપતી ગાડી ફરી રહી છે અને તાકીદે વિસ્તાર છોડી દેવાની સૂચનાઓ આપી રહી છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સવારે 10 વાગ્યા સુધીમાં 1786 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં ગોંડલમાંથી 106, જેતપુરમાંથી 271, ધોરાજીમાંથી 672 અને ઉપલેટામાંથી 425 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરિયાઝ બારામાંથી 400થી વધુ લોકોને એસટી બસમાં શારદાગ્રામ સ્થળાંતર કરાઈ રહ્યું છે. એસટી પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે 130 શેલ્ટર હોમ બનાવાયા 35 હજાર લોકોનું સ્થળાંતર કરાશે. વાયુ વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ થયું છે. ઉનામાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે સાથોસાથે સ્થાનિક પ્રાશાસન પણ કામે લાગ્યું છે. પોલીસ અને એનડીઆરએફની ટીમે ઉનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી આરંભી દીધી છે. તેમજ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડ્યા છે. ઉનામાં એનડીઆરએફની ટીમ દરિયા વિસ્તારના ગામોમાં જઇ લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.મધ્યાહન ભોજનના સંચાલકો આ લોકોને ફૂડ પેકેટ આપશે તેમજ 10 હજાર ફૂડ પેકેટ સામાજીક સંસ્થામાંથી આવશે જે બપોરે અમે લોકોને આપીશું અને સાંજ મધ્યાહન ભોજનના રસોડામાં ગરમાગરમ ભોજન બનાવી લોકોને જમાડીશું.વાયુ વાવાઝોડાને લઈને વેરાવળમાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપતી ગાડી ફરી રહી છે અને તાકીદે વિસ્તાર છોડી દેવાની સૂચનાઓ આપી રહી છે.જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠાના 25 ગામોના 13,300 લોકોનું સલામત સ્થળે શહેરમાં શાળા