1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
  4. Vibrant summit 2019

વાઈબ્રન્ટ સમિટમાં સૌપ્રથમવાર વિદેશની યુનિવર્સિટીઓનું કોન્કલેવ યોજાશે

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે પ્રથમવાર ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ કોન્કલેવ યોજાનાર છે.જે ૧૮મીએ બપોરે ૩ વાગ્યાથી ગાંધીનગરમા આવેલી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ ઉપાધ્યાય(પીડીપીયુ)યુનિ.ખાતે શરૃ થશે. આ કોન્કલેવમાં રાજ્યની અને દેશની યુનિવર્સિટીઓના કુલપતિઓ ઉપરાંત શિક્ષણવિદો તથા વિદેશની વિવિધ યુનિ.ઓના શિક્ષણવિદો-પ્રતિનિધિઓ તથા કુલપતિઓ-ઉપકુલપતિઓ, મેનેજમેન્ટ ફેકલ્ટીઝ,ડીન તેમજ પ્રોફેસરો અને રીસર્ચ સ્કોલર્સ ઉપસ્થિત રહેશે. ખાસ કરીને અમેરિકાની ૧૫ યુનિ.ઓના ૨૦ જેટલા શૈક્ષણિવદો ઉપસ્થિત રહેશે.  આ કોન્કલેવમાં શૈક્ષણિક સંસ્થાઓની નીતિઓ ,એકેડમિક રીફોર્મ્સ, ટેકનોલોજી-મેડિકલ સાયન્સ તથા ફોરેન યુનિ.ઓમાં સ્ટુડન્ટ એક્સચેન્જ, પ્લેસમેન્ટ તેમજ રાજ્યની યુનિ.ઓ સાથે એમઓયુ કરવા સહિતના વિષયો પર ચર્ચા કરાશે.
 
 
આગળનો લેખ
ખુશખબર એયર ઈંડિયામાં નોકરીઓની બહાર, 10 પાસને મળી શકે છે 18 હજાર સુધી સેલેરી