શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (16:34 IST)

કારનો દરવાજો ખુલ્લો મુકીને સ્ટંટ કરવુ ભારે પડ્યુ

car stunt
ટ્રાફિક-પોલીસ વિભાગે અંડરએજ વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં સગીર વાહનચાલક ટૂ-વ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી રૂ.2 હજાર, જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો 3 હજાર દંડ વસૂલ કરાશે. પોલીસની આ ઝુંબેશમાં પ્રથમ દિવસે જ અંડર એજ ડ્રાઈવિંગના 100થી વધુ કેસ કરવામાં આવ્યાં છે. એ ઉપરાંત બ્લેક ફિલ્મવાળી ગાડીના ડ્રાઈવરો વિરુદ્ધ પણ 40 જેટલા કેસ કરવામાં આવ્યાં છે
 
ગુજરાતમાં પોલીસ ખાસ ડ્રાઈવ યોજીને લોકોને ટ્રાફિકના નિયમોનો અમલ કરાવે છે, પરંતુ કેટલાક લોકો નિયમોને ઘોળીને પી ગયા હોય એમ કોઈપણ પ્રકારના ડર વિના જ જોખમી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. અમદાવાદમાં મકરબા નાયરા પેટ્રોલ પંપથી જુહાપુરા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી સુધી જાહેર રોડ પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી GJ-09-BG-1910 નંબરની કારનો ચાલક સિદ્ધાર્થ ગઢવી આગળની સાઈડનો ડાબી બાજુનો દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતો હોય એવો વીડિયો સામે આવ્યો છે. તેના આ પ્રકારના ડ્રાઈવિંગને કારણે હાઈવે પર અકસ્માતની ઘટના બને તો જીવનું જોખમ ઊભું થાય એવું હતું. જેથી ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ એમ ડિવિઝન ટ્રાફિકમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારનો ઉપયોગ ગુજરાત ટૂરિઝમમાં થતો હતો.