ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ડિસેમ્બર 2019 (15:27 IST)

રૂપાણીએ ખેડૂતો માટે ખોલ્યો ખજાનો, આજથી શરૂ થશે રૂ. ૩૭૯૫ કરોડની સહાયની ચૂકવણી

રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલ નુકશાન પેટે સહાય માટે ઐતિહાસિક રૂ. ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય પેકેજ અંતર્ગત કિસાનોને પાક નુકશાન સહાય વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ આજથી તા. રપ ડિસેમ્બરે સ્વ. પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીના જન્મદિન સુશાસન દિવસથી કરવામાં આવશે.

મુખ્યમંત્રી આ સંદર્ભમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વડોદરા ખાતે ઉપસ્થિત રહીને વડોદરા પ્રદેશના જિલ્લાઓ વડોદરા, આણંદ નર્મદા, ભરુચ, છોટાઉદેપુરના ધરતીપુત્રોને સહાય વિતરણ કરવાના છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લામાં તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ રાજ્યના ૮ કલસ્ટરમાં યોજાનારા આ પેકેજ સહાય વિતરણમાં  ખેડૂતોને સહાય આપવા ઉપસ્થિત રહેશે. આવા સહાય વિતરણ કાર્યક્રમો વડોદરા અને મહેસાણા ઉપરાંત રાજકોટ, અમદાવાદ, દાહોદ, ભાવનગર, સુરત અને કચ્છ કલસ્ટરમાં યોજાવાના છે.