બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 માર્ચ 2021 (15:20 IST)

કોંગ્રેસ પક્ષે મંજુરી વગર દાંડી યાત્રા કાઢતા કોંગ્રેસના દિગ્ગજોની અટકાયત

આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદીના 75 વર્ષની ઉજવણી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી ને કરાવ્યો છે
આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી સત્યાગ્રહ યાત્રા યોજવાની હતી. પણ પીએમ મોદીના કાર્યક્રમને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઋત્વીજ મકવાણા અને લાલજી દેસાઈને પણ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.